ભૂલવું છે જીવનમાં ઘણું ઘણું, જીવનમાં, બધું એ ભુલાતું નથી
ભુલાય છે જીવનમાં ઘણું ઘણું, શું ભૂલવું એ તો સમજાતું નથી
આરામની પળમાં કરવું છે યાદ ઘણું, યાદ ત્યારે તો એ આવતું નથી
યાદ રાખવું છે જીવનમાં તો જે, ભૂલવું એ તો પોસાવાનું નથી
પડશે લેવો નિર્ણય જીવનમાં, શું ભૂલવું શું નહીં, એના વિના ચાલવાનું નથી
સંકળાયા ગમાઅણગમા ભૂલવામાં, ભૂલવું ત્યાં તો ભુલાવાતું નથી
ગૂંથાયા કામમાં જ્યાં ઊંડા, ભૂલવાનું પણ યાદ ત્યાં આવવાનું નથી
ભૂલવું છે જે, જલદી ભુલાતું નથી, બીજી યાદ ત્યાં એ આવવા દેતું નથી
યાદના ને ભૂલવાના સરોવર છે ભર્યા ભર્યા, જલદી એ કાંઈ ખૂટવાના નથી
ક્રમે ક્રમે ચાલ્યો જાજે તું બંનેમાં જીવનમાં, એના વિના તારું કાંઈ ચાલવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)