જીવનજંગનો ખેલ જગમાં તો, રહ્યો હું તો ખેલતોને ખેલતો
પ્રભુ ના તું એમાં થાક્યો, ના હું પણ થાક્યો, અંત ના એનો તો આવ્યો
હતી ના ધારણા, ચાલશે જંગ તો આટલો લાંબોને લાંબો
લાગી જિત કદી નજદીક, કદી હારની નજદીક હું તો પહોંચ્યો
પડયો આખડયો, થયો પાછો ઊભો, રહ્યાં ખેલ હું તો ખેલતોને ખેલતો
રહ્યો સાથ ને સાથીદારો, સાચાને ખોટાનો સાથ મળતોને મળતો
કદી શક્તિથી હતો ભરેલો, કદી રહ્યો હતો અશક્તિમાં તો ડૂબેલો
હશે કદી મનનો સાથ પૂરો, કદી હતો સાથ એનો તો અધૂરો
કદી સરળતાથી એ તો ખેલ્યો, કદી મુશ્કેલીથી એમાં તો ટક્યો
મળ્યું પરિણામ કદી તો ધાર્યું, કદી અણગમતું, ના એમાં તોયે હું અટક્યો
રણમોરચાઓ રહ્યાં બદલાતા જીવનમાં, જંગ રહ્યો હું તો ખેલતોને ખેલતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)