Hymn No. 6309 | Date: 15-Jul-1996
|
|
Text Size |
 |
 |
છે અને રહેશે હકીકતોથી ભરપૂર તો જીવન, સાર તારે કાઢવો હોય એમાંથી, તે તું કાઢજે, અનુભવોથી સમૃદ્ધ જીવન તારું તો રાખજે, દરિદ્ર ના એમાં કદી તો તું રહેજે અવગણના હકીકતોની કરેલી ના ચાલશે, જીવનમાં ધ્યાનમાં સદા આ તો તું રાખજે સમયે સમયે જાશે હકીકતો તો બદલાતી, જીવનના તાલ એની સાથે, મેળવતો તો તું જાજે ગમતી, અણગમતી, હકીકત એ હકીકત હશે, ના જીવનમાં એનાથી તો તું ભાગજે કરીશ જેવું રે તું જીવનમાં, હકીકત તારીએ બનશે, છુપાવવાથી ના એ તો મટી જાશે રોકી શકીશ ક્યાં સુધી તું હકીકતોને, જીવનમાં બહાર આવ્યા વિના ના એ તો રહેશે કરીશ ના ગ્રહણ અનુભવ જો તું હકીકતોમાંથી, નુક્સાન તારુંને તારું એમાં તો થાશે કાઢીશ સાર જો તું સાચો, હકીકતોમાંથી, જીવન સરળ તારુંને તારું એમાં તો ચાલશે અન્યના જીવનની હકીકતોમાંથી, સાર જો ગ્રહણ કરીશ તું સાચો, જીવન સમૃદ્ધ તો બનશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|