છે શું વખાણવા લાયક, જીવનમાં તારા, એ કારનામા
ખાઈ ખાઈ અહંના ઘેનની ગોળીઓ, ફર્યો જીવનમાં એનાં તું તાનમાં
રાખી પ્રીતિ જીવનભર તેં તો, તારી ઇચ્છાઓ ને વાસનામાં
લેવા મદદ અન્યની, દોડયો તું જીવનમાં, સંકોચ્યું હૈયું, અન્યને મદદ દેવામાં
બતાવ્યું શાણપણ અન્યને સલાહ દેવામાં, વાપર્યું ના તેં તારા જીવનનાં તોફાનમાં
જરૂરિયાતે જરૂરિયાતે બન્યો પાંગળો, રહી ના શક્યો એના વિના જીવનમાં
ચાહતો રહ્યો મીઠી જબાન જીવનમાં, રહ્યો વેરતો કડવાશ તારી જબાનમાં
દુઃખ દર્દ ગજવતો રહ્યો તું જીવનમાં, સહી ના શક્યો એને તું જીવનમાં
વસાવ્યા સગાંસંબંધીઓને નજરમાં, વસાવ્યા ના પ્રભુને તેં હૈયાંમાં
રહ્યો ડૂબીને ડૂબી શંકાઓમાં જીવનમાં, રહ્યો વસી તું સદા અસ્થિરતામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)