મહોબતભરી એ આંખોમાં, કેમ આજે તો એ પ્યાર નથી
એ દર્દભર્યા દિલમાં તો, કેમ આજે તો એ હૂંફ નથી
વહાલભરી વાતો તો ગઈ છે વીસરાઈ, કેમ આજે એમાં એ વહાલ નથી
સૂરભર્યું સંગીત તો એ, ગયું છે ભુલાઈ કેમ આજે એમાં એ તાલ નથી
હૈયાંની લીલોતરી તો ગઈ છે સુકાઈ, કેમ આજે એ લીલીછમ નથી
જીવનનો બગીચો ગયો છે બની વેરાન, કેમ આજે એમાં એ બહાર નથી
વિલીન થઈ ગયું છે એ ગુંજતું હાસ્ય, લુખ્ખા એ હાસ્યમાં એ ગુંજન નથી
અડગ અવિચલ તો એ મૂર્તિમાં, કેમ આજે તો એ અડગતા નથી
બની ગયું એવું તો શું જીવનમાં, માનવી એનો એ છે, પણ એ માનવી નથી
શ્વાસેશ્વાસ તો રહ્યાં છે ચાલી, પણ આજે એ તનડાંમાં એ પ્રાણ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)