દઈ ગઈ, દઈ ગઈ, જીદ મારી જીવનમાં, મને તો શું શું દઈ ગઈ
અન્યને ના સમજી શક્યો, અન્યને સમજવાની શક્તિ મારી લઈ ગઈ
સમજી, સમજી સમસમી રહ્યો હું અંદર મારી, કબૂલાતની શક્તિ હટી ગઈ
બાંધી લીધી મેં મારી જાતને, અન્ય વિચારોના પ્રવેશ બંધ કરી ગઈ
કદી સુખ, કદી દુઃખ, લહાણી જીવનમાં એની એ તો દેતી ને દેતી ગઈ
કક્કો મારો કરવાને ખરો, જીવનમાં મારી પાસે શું નું શું કરાવતી ગઈ
છોડી ના શક્યો તંત મારો હું એમાં, નુકશાનની ધારા તો વહેતી ગઈ
કદી ઊંચે આસમાને પહોંચાડી ગઈ, પણ જીવનમાં ક્યાં ને ક્યાં એ ખેંચી ગઈ
સમજી ના શક્યો વાસ્તવિક્તા એમાં, વાસ્તવિક્તા દૂરને દૂર રહી ગઈ
અપનાવી ના શક્યો અન્યને પ્રેમથી, પોતાનાને પણ વેરી બનાવતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)