Hymn No. 6390 | Date: 23-Sep-1996
|
|
Text Size |
 |
 |
કોઈ કાંઈ જગમાં લઈને આવ્યું નથી, કોઈ કાંઈ જગમાંથી લઈ જવાનું નથી ખાલી આવ્યા જગમાં, ખાલી જવાના તોયે ભેગું કરવામાં કોઈ ખાલી રહ્યું નથી દિવસે દિવસે રહી જરૂરિયાતો બદલાતી, કોઈ જરૂરિયાતોમાં સ્થિર રહ્યું નથી જે કાંઈ લાવ્યા, સાથે તે લઈ જવાના, બીજું કાંઈ સાથે તો આવવાનું નથી કરી ભેગું ભેગું, વધારીશ બોજો તારો, બોજા વિના બીજું કાંઈ એ બનવાનું નથી પાપ પુણ્યના પોટલા છે સહુના જુદા જુદા, એમાં અદલા બદલી કાંઈ થવાની નથી ઋણાનુબંધના બાંધીને તાંતણા, ગણ્યા એને જ્યાં આપણાં, ભાર લાગ્યા વિના એ તો રહેવાનો નથી પ્રેમનો વ્યવહાર છે સહેલો, દઈ પ્રેમ, કરવો પ્રેમ ભેગો, તોયે જલદી એ કોઈ કરતું નથી કરી કરી ચિંતા, જાશે એમાં તો ડૂબી, જાણવા છતાં જલદી એ કોઈ છોડતા નથી કર્યા વિના કોઈ, ચાહે સહુ તો મુક્તિ, મુક્તિ જલદી કાંઈ એમાં કોઈને મળતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|