પ્રભુ તો નથી ક્યાંય જવાના, સદા સાથે ને સાથે તો છે એ રહેવાના
સમજીશું જ્યાં આ આપણે, દૂર ના ત્યારે તો એ લાગવાના
કરી કરી પડદો વચ્ચે તો ઊભો, ના એમાંથી આપણને તો એ દેખાવાના
સદા અંતરના આપણા વિચારો ને ભાવોના, દર્શન એ તો કરવાના
છૂપું રહેશે ક્યાંથી એનાથી, હર પ્રયત્ન તો એમાં નિષ્ફળ તો જવાના
કરતો ના આ ભૂલ તું જીવનમાં, નથી દેખાતા માટે નથી જોઈ શક્તા
સુંદર વિચારોને સુંદર ભાવોમાં, નિત્ય, અંદર એમાં એ ઝૂમવાના
કરીશ જીવનમાં તું જે જે કર્મો, સાક્ષી સદા એના એ તો રહેવાના
ના જન્મ છે એનો, ના મરણ છે એનું, કાળના કાળ પણ આપણા એની પાસે રહેવાના
બનાવી કે સમજી શક્યો નથી જ્યાં એને તું તારા, દૂરને દૂર તને એ લાગવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)