આવ્યા છીએ દ્વાર તમારા, રાખજો ના બંધ તમારા રે દ્વાર
દર્શનિયા દેતા જાવ રે પ્રભુ, દર્શનિયા તો દેતા જાવ
આશા ભરી હૈયે તમારા દર્શનિયાની, આવ્યા તમારા રે દ્વાર
પહોંચ્યા છીએ ખૂબ સંકટ વેઠી, અમે તમારે તો દ્વાર
આવીએ અમે, રહે બંધ તમારા દ્વાર, શોભે ના આવો વ્યવહાર
ગયો વીતી સમય ઘણો, ખેલવામાં લગાવજો ના વાર
અંધારે અંધારે ભટક્યા ખૂબ અમે, મળ્યું ના હતું તમારું દ્વાર
દેજો પ્રેમથી પ્રવેશવા અમને, ખોલીને હવે તો તમારા દ્વાર
ભટકી ભટકી, રહ્યાં છીએ અમે, ખાતાને ખાતા તો માયાનો માર
ખાઈ ખાઈ માર જીવનમાં, ના સુધાર્યા અમે અમારા વિચાર
આવી આવી દ્વાર ઠોકી ઠોકી, ગયા ચાલ્યા અમે કંઈક વાર
આ વખતે પડશે ખોલવું દ્વાર તમારે, ખોલજો તમારા રે દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)