પડી ગઈ પકડ ઢીલી, એના ઉપર તો જ્યાં, એ તણાઈ જવાનું, એ તાણી જવાનું
રાખ્યો ના કાબૂ વિચારો ઉપર તો જ્યાં, એં તાણી જવાના, તું તણાઈ જવાનો
છૂટયો મક્કમતા ઉપરથી કાબૂ તો જ્યાં, જીવનને એ તાણી જવાનું, તું તણાઈ જવાનો
રાખી ના વૃત્તિને કાબૂમાં તો જ્યાં, જીવનને એ તાણી જવાનું, તું તણાઈ જવાનો
રાખી ના શક્યો ઇચ્છાઓ ઉપર કાબૂ તો જ્યાં, એ તાણી જવાની, તું તણાઈ જવાનો
રાખી ના વાસનાને કાબૂ જીવનમાં તો જ્યાં, એ તાણી જવાની, તું તણાઈ જવાનો
રહેશે ના કાબૂ ભાગ્ય ઉપર તો જ્યાં, જીવનને એ તાણી જવાનું, તું તણાઈ જવાનો
મૂકી દીધી ક્રોધને ઇર્ષ્યા પર તો જ્યાં પકડ ઢીલી, એ તાણી જાશે, તું તણાઈ જવાનો
સદાચાર ઉપર પડી ગઈ જ્યાં પકડ ઢીલી, જીવનને એ તાણી જાશે, તું તણાઈ જવાનો
જીવનમાં વેર ઉપર થઈ જાશે જ્યાં પકડ ઢીલી, જીવનને એ તાણી જાશે, તું તણાઈ જવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)