નજર સામેને સામે તો તારી, જગનો ખેલૈયો તો ખેલ ખેલે છે
કરે છે જગમાં એ તો બધું, છુપોને છુપો, તોયે એ તો રહે છે
જગના હરેક બનાવોમાં છે હાથ એના તો હાથ એનો એ દેખાવા દે છે
રાખ્યું છે જગમાં બધું ભર્યું ભર્યું કદી એ દઈ દે છે, કદી એ લઈ લે છે
કદી અનુકૂળતા તો એ સર્જે છે કદી પ્રતિકૂળતા ઊભી એ તો કરે છે
કદી દોસ્તને તો દુશ્મન બનાવે છે, કદી દુશ્મનને દોસ્ત બનાવે છે
કદી અમૃતના કટોરા એ આપે છે, કદી ઝેરના કટોરા પીવરાવે છે
કદી કસોટીની અગ્નિચિતામાં જલાવે છે, કદી રાહતના દાણા એ ફેંકે છે
કદી અગાધ શાંતિમાં એ ડુબાડે છે કદી હૈયાંની શાંતિ એ હરી લે છે
એ શું કરશે, ને શું ના કરશે, એ કહેવું મુશ્કેલ એ બનાવી દે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)