રથ મળ્યો છે સુંદર, વળી જોડ્યા છે તોફાની ઘોડલા પાંચ
તાણે એ તો જુદી-જુદી દિશામાં, કરવી શું એની વાત
સંયમની દોરીએ બાંધવા છે એને, બધે એ દોડી જાય
હાલત કફોડી થઈ છે મારી, કરવી શું એની વાત
મુશ્કેલીએ એકને નાથું, બીજા ત્યાં તો છટકી જાય
રથ મારો રહે ત્યાંનો ત્યાં, હટે ના એ તો જરાય
ઘોડલાએ એને ખેંચી-ખેંચી, કીધા તો હાલબેહાલ
વધવું આગળ રહ્યું બાજુએ, કરી રહ્યો મને પાયમાલ
સાથ તારો હું તો માગું રે માડી, દેજે તારો સાથ
કરું ભૂલ જ્યાં, લેજે સંભાળી લઈને લગામ તારે હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)