પળે-પળે રે માડી તારા આવ્યાના ભણકારા વાગે
નિદ્રા ઊડી, તંદ્રા તૂટી, તલશે હૈયું તારાં દર્શન કાજે
ભૂંડી ભૂખ, ઉદરમાં ક્યાં જઈ સૂતી, ના એ સમજાયે
નયનો તો તલસી રહ્યાં, વહે છે અશ્રુ તો આજે
શ્વાસે-શ્વાસે ઉષ્ણતા આવી, બન્યા ઉષ્ણ તારા કાજે
કાન તો સરવા બન્યા ત્યાં, શ્રવણ કરવા સાદ, તારા કાજે
હૈયું ઊછળી રહ્યું છે, ભેટવાને તો તને આજે
મન આજે સ્થિર બન્યું છે, તને મળવાને કાજે
હાથ આજે તલસી રહ્યા છે, તને વધાવવા કાજે
પગ તો થનગની રહ્યા છે, તુજ ચરણમાં જાવા કાજે
વાતાવરણ અલૌકિક બન્યું છે, તારા આગમન કાજે
મસ્તક આજે તલસી રહ્યું છે, તને નમવા કાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)