લખેલ નસીબને, સાચું જો તું વાંચી ના શકે
કાઢજે દોષ ના નસીબનો, સ્વીકાર કર બિનઆવડતનો
કરી સંકલ્પો ઘડી-ઘડી, અમલમાં જો ના મૂકી શકે
કાઢજે દોષ ના સંકલ્પનો, કર સ્વીકાર તારી આળસનો
વ્યાપી છે માતા સઘળે, જોઈ ના શકે જો તું એને
કાઢજે દોષ ના તું ‘મા’ નો, કર સ્વીકાર તું દોષ દૃષ્ટિનો
હૈયે અશાંતિનો ધોધ, જો સદા વહેતો રહે
કાઢ ના દોષ તું શાંતિનો, કર સ્વીકાર તારી ચંચળતાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)