છેડો જો ના છૂટયો (2) જીવનમાં જો,છેડો એનો જો ના તૂટયો
બંધન એના રે બાંધી રહેશે રે તને, છેડો એનો જો ના છૂટયો
પાકો કે કાચો, છેડો દેશે રે બાંધી, પડશે રે જીવનમાં એને રે તોડવો
વિંટાઈ જાશે જ્યાં એ તો એવો, પડશે રે મુશ્કેલ, એને રે તોડવો
નાનો કે મોટો, રહેશે બાકી જો એ, કરશે જગમાં ફેરો, એ તો ઊભો
પ્રેમનો કે વેરનો હોય ભલે રે જીવનમાં, બાંધી ના રાખતો, વેરનો તો છેડો
સ્થિર ના રહેવા દેશે જીવનને, તાણી જાશે એ જીવનને, એ તો એ છેડો
રૂંધતોને રૂંધતો રહેશે જીવનની મુક્તિ લાગીને, જીવનને રે, એવો એ છેડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)