બાંધજે ના ઝાંઝર તું, પગે રે માડી
રહી શકીશ ના છૂપી તું તો એનાથી
પડે છે કરવી, વિશ્વમાં તારે રે દોડાદોડી - રહી...
તાલ તો દે છે, પગ તો તારા, હૈયું જ્યાં ઊઠે નાચી - રહી...
છોડી શકીશ ના ઝાંઝર તું, બાંધ્યાં છે તે માયાથી - રહી...
ભૂલે અને ભુલાવે ભાન, તું તો એના રણકારથી - રહી...
વિના ભૂલે ના તરછોડે, છોડી શકીશ તું ક્યાંથી - રહી...
દીધું છે સ્થાન એને ચરણમાં, તરછોડીશ તું એને ક્યાંથી - રહી...
ઝાંઝરના રણકારે તો ઋષિમુનિઓએ તને શોધી - રહી...
મળતા રણકાર તારા ઝાંઝરના, પડશે ખબર તારા આવ્યાની - રહી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)