કરી મેઘગર્જના, તૈયાર થા તું લડવા
જીવનના તો સમરક્ષેત્રમાં
વળગાડી હૈયે તો ખૂબ માયા
દેખાડવા રૂપ જીવનમાં નોખનોખાં
હાર જો માનશે, અટકી ત્યાં તું જાશે
દ્વાર પ્રગતિનાં બંધ ત્યાં તો થાશે
નાશ તો તારે પડશે તારે તો કરવા
મુક્ત એનાથી તો બનવા
સુખને શોધવા, દુઃખને દૂર કરવા
જગ કાજે થાજે તો તું તૈયાર
લક્ષ્ય તારું વીંધવા, હિંમત હૈયે ભરવા
થા ઊભો તું સમરક્ષેત્રમાં
જીત એમાં પામવા રહેજે જાગ્રત સદા
રહેજે સદા તૈયાર, સમરક્ષેત્રમાં
વીંધાશે જ્યાં લક્ષ્ય તારું, ના જાશે ચિત્ત આડુંઅવળું
છોડજે તીર તો ત્યારે તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)