Hymn No. 1295 | Date: 19-May-1988
|
|
Text Size |
 |
 |
1988-05-19
1988-05-19
1988-05-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12784
મૃત્યુલોકમાં આવી પ્રાણી, હર પળે મૃત્યુ તરફ ખેંચાય
મૃત્યુલોકમાં આવી પ્રાણી, હર પળે મૃત્યુ તરફ ખેંચાય શાશ્વત નથી કોઈ મૃત્યુલોકમાં, સહુનું મૃત્યુ નિશ્ચિત થાય દિન ને રાત જીવનના, ધીરે ધીરે તો ઘસાતા જાય કર્યું-કાર્યું જીવનમાં સદા, એ તો હાથમાં રહી જાય જનમતા જીવનની રાહ, મૃત્યુએ સદા પૂરી થાય શ્વાસોશ્વાસ લઈને જગમાં, બધા શ્વાસ છોડી જાય લાંબુ ટૂંકુ, ગોરું કાળું એ ત્યાં તો નહિ જોવાય પૂરા થાતાં શ્વાસ સહુના, નવા શ્વાસ નહિ મેળવાય કર્મો કેરી સુવાસ તો જગમાં, સદા રહી જાય મહેકી ઊઠે જીવન તો એનું, પવિત્રતા હૈયે સ્થપાય સાચાખોટાનો માપ જીવનમાં, શાંતિથી તોલાય જીવન જેવું જીવ્યા હશું, શાંતિ જીવનમાં એવી પમાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nrityulokamam aavi prani, haar pale nrityu taraph khenchaya
shashvat nathi koi nrityulokamam, sahunum nrityu nishchita thaay
din ne raat jivanana, dhire dhire to ghasata jaay
karyum-karyum jivanamam sada, e to haath maa rahi jaay
janamata jivanani raha, nrityue saad puri thaay
shvasoshvasa laine jag maa , badha shvas chhodi jaay
lambu tunku, gorum kalum e tya to nahi jovaya
pura thata shvas sahuna, nav shvas nahi melavaya
karmo keri suvasa to jagamam, saad rahi jaay
maheki uthe jivamanoapaya,
shaki mapa jivan
jaki thum jivya hashum, shanti jivanamam evi pamaya
|
|