છે રે, જગમાં રે, દુઃખના પરપોટા રે મોટા (2)
હતું છુપાયેલું એ, હૈયાંના ખૂણે, ના એ તો દેખાયું, ના એ સમજાયું
ધીરે ધીરે જ્યાં એ આવ્યું ઉપર, દેખાયું એ તો ત્યારે લાગ્યું એ તો ખોટું
હતું જ્યાં એ તો અંદરને અંદર, ના એ સમજાયું,ગોત્યું ના એ તો જડયું
હતા કંઈક નાના નાના, બની ગયા એ તો મોટા, ના એ તો સમજાયું
હવા દુઃખની હૈયાંમાં જ્યાં ના સમાણી, બની ગયા એના રે પરપોટા
આવી આવી એ તો સપાટી ઉપર, જરૂર એ તો ફૂટવાનાને ફૂટવાના
કોઈ આવશે ધીરે ધીરે ઊપર, કોઈ જલદીથી જરૂર ઉપર એ તો આવવાના
આવીને સપાટી ઉપર, ફૂટયાં જ્યાં, અંત એના એમાં તો આવવાના
એક ફૂટશે, બીજો જાગશે, નવા નવા ઉપર એ તો આવવાનાને આવવાના
જાગતાને જાગતા રહેશે જ્યાં એ તો હૈયાંમાં, દુઃખી એ તો કરવાનાને કરવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)