કાળને કિનારે રે મનવા, તારી હોડી ધસતી જાય
પહોંચશે કિનારે ક્યારે, એ તને તો નહિ સમજાય
અફાટ આ સાગરમાં, ક્યારે પ્રતિકૂળ વાયરા વાય
હાલકડોલક થાતી નાવ, તો કિનારે ક્યારે પહોંચી જાય
ખબર નહિ પડે, જળ કેટલાં ઊંડાં, ચારે બાજુ જળ દેખાય
વંટોળાના થપાટે તો હોડી, ક્યારે તૂટી જાય
દેખાયે હોડી અનેક, હાલત સહુની એકસરખી ભાઈ
કોણ બચાવે કોને, સહુ મુશ્કેલીથી તરતી જાય
કરામત છે હોડીની કર્તા પાસે, ધરજે હૈયે આ વાત
નાવડીને ચાલવા દેજે, રાખી કર્તામાં તો વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)