આભની અટારીએ બેસીને લેતો ઝીલી, ઝીલે મારો વ્હાલો સહુના મૂંઝારા
કર્યું હોય જીવનમાં તો જેણે રે જેવું, એવું રે, એને રે એ તો દેતો
એક નજરમાં સહુના હૈયાંમાં રે ઊંડો ઊતરી જાતો, એ તો ઊંડો ઊતરી જાતો
ક્યારે અંદર આવી જાતો, એ સમજાય ના, ક્યારે અંદર આવી એ તો બેઠો
રહ્યો ના અજાણ્યો એ કોઈથી, રહસ્ય એનું એ ના જલદી તો ખોલતો
રહ્યો ના અજાણ્યો એ કોઈથી, ક્યારે આવી અંદર બેઠો, ગોતે ગોત્યો ના જડતો
કરીએ જીવનમાં તો જેવું, સદા નજર એની એના ઉપર તો રાખતો
કરીએ જીવનમાં તો જ્યાં સારું, બેસીને અંદર, વ્હાલો મારો હરખાઈ જાતો
કરીએ જ્યાં ખોટું રે જીવનમાં, આપી શિક્ષા, અનુભવ એને એ કરાવતો
રહી અંદર, આપણાને આપણા, ભાવોના પ્યાલા પીતો ને એ ઝીલતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)