ધરતી ના જોયે પુણ્યને, ધરતી તો ના જોયે પાપને
ધરતી સદાય અન્ન દે, ખંતથી તો ખેડનારને
વૃક્ષ ના જોયે પુણ્યને, વૃક્ષ તો ના જોયે પાપને
વૃક્ષ સદા છાંયડો ધરે, એની ઘટા નીચે આવનારને
નદી-સરોવર ના જોયે પાપને, ના જોયે એ પુણ્યને
છિપાવે તો તરસ એ જળથી, પ્રેમથી એ પીનારને
વર્ષા ના જુએ સૂકી ધરતીને, ના જુએ એ લીલી ધરતીને
દેશે વરસી જળ ભરપૂર, દેશે ધરતી ભીંજવી વરસીને
ઘાટ સોનાનો ના જોશે નારીના તો સૌંદર્યને
નારી તો શોભી ઊઠશે, પહેરશે તો જ્યાં એને
પ્રભુ ના જોશે પાપને, ના જોશે એ તારા પુણ્યને
કરી સાચો પસ્તાવો, કરશે ગ્રહણ એના શરણને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)