ખેલ ખેલાવે ખૂબ, બાળને તારા તો આંગણામાં
નીરખી રહેજે માડી, અમને સદાય તું વહાલમાં
કરી માયાનો ખોટો સંગ, ઊઠે હૈયે ખોટા તરંગ
લેજે સાચવી અમને તો માડી, માયાના તોફાનમાં
છે તારા આંગણામાં સુખ, ભુલાવે બધુંય દુઃખ
છે એક જ સાચી તું તો, સારાયે આ વિશ્વમાં
નાચ્યો માયામાં, નાથી લેજે માડી મારો હાથ
છું તારો હું તો નાનો બાળ, રાખજે સદાય આ ધ્યાનમાં
ખેલ ખેલાવ્યા ખૂબ, જાગી તારા દર્શનની તો ભૂખ
દર્શન દઈને તો માડી, લેજે અમને તો તારા ખોળામાં
કરવા તારું સન્માન, ભુલાવી દે અમારું તો ભાન
ડુબાવી દે રે માડી, આજે તો તારા પ્રેમમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)