પ્રગતિના પથ પર ચાલવા, અહં વચ્ચે ના લાવતો
સંબંધ અન્યથી જાળવવા, અહં વચ્ચે ના લાવતો
જ્ઞાન સદા તો પામવા, અહં વચ્ચે ના લાવતો
મુશ્કેલીમાંથી બહાર આવવા, અહં વચ્ચે ના લાવતો
જગમાં સફળતા પામવા, અહં વચ્ચે ના લાવતો
સમર્થનો તો સાથ લેવા, અહં વચ્ચે ના લાવતો
આનંદે તો સદા મહાલવા, અહં વચ્ચે ના લાવતો
અન્યને જોવા કે જાણવા, અહં વચ્ચે ના લાવતો
સંસારે સદા સુખી રહેવા, અહં વચ્ચે ના લાવતો
પ્રભુનાં દર્શન તો પામવા, અહં વચ્ચે ના લાવતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)