હા ને હા પાડવામાં ટેવાઈ ગયો એવો, હર વાતમાં પાડતો ગયો હા ને હા
પડી ગઈ આદત એવી મને એની, સમજી ના શક્યો, પાડવી ક્યારે હા ને ના
રહી કુદરતની મહેરબાની તો એવી, ભૂલીને બધું, વિચાર્યા વિના પાડતો રહ્યો હા ને હા
ક્યારેક સમજીને, ક્યારેક ના સમજમાં, મૂંઝવણમાંથી ના આવ્યો બહાર, પાડતો ગયો હા માં હા
સમય કસમય, સંજોગો જોયા વિના, રહ્યો પાડતોને પાડતો, પોપટની જેમ હા માં હા
આવ્યા પરિણામ ભારી જ્યારે એના, અસ્વીકાર કરવા એનો, પાડી બૂમો ના ને ના
વીતી ગયો સમય નિર્ણય લેવાનો, તોયે રહ્યો અનિર્ણત સદા, પાડતો રહ્યો હા માં હા
પાડવી હતી જ્યાં હા, પાડી ત્યાં ના, પાડવી હતી ના, પાડી ત્યાં હા, કરી ઊભી ગરબડ એમાં
કરી ના શક્યું સ્વીકાર જ્યાં અંતર મારું, ત્યાં પાડી ઊઠયો એમાં હું તો ના ને ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)