રે, ડંકો વાગ્યો રે, તારો માનવલોકમાં
તપનાં તેજ તો ધરતી પર પથરાય - રે...
અણમૂલી ઘડી આવી રે જીવનની
સંચર્યા નેમિનાથ, વૈરાગ્યતણી વાટ રે - રે...
તૂટ્યા આકર્ષણ બધાં તો સંસારનાં
વહાલી ગણી એણે વીતરાગની વાટ રે - રે...
દશે દિશામાં યશ એનો તો ફેલાય રે
વધાવે ફૂલડે તો જગનાં સહુ નર ને નાર રે - રે...
પગલે-પગલે તો ગુણોની ફોરમ ફૂટતી
દીધો જગને, વૈરાગ્ય તણો પૂર્ણ પ્રકાશ રે - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)