છવાયું છે રે (2)
જગના તપમાં તો તેજ નેમિનાથનું (2)
જગના સંયમ બન્યા ઊજળા, ભળ્યું સંયમ તો નેમિનાથનું
વૈરાગ્ય શોભી તો ઊઠયું, વૈરાગ્ય તો પ્રભુ નેમિનાથનું
દશે દિશામાં ગૂંજે છે સદા તો નામ રે નેમિનાથનું
કેડી ઉજાળી ગયા જગની, કામ તો એ નેમિનાથનું
હૈયાં જગનાં લીધાં જીતી, હૈયું તો એ નેમિનાથનું
નિર્મળ ચાંદની જેવું છે શીતળ, હૈયું તો નેમિનાથનું
રહેશે સદાય જગમાં લેવાતું તો, નામ રે નેમિનાથનું
કોમળથી પણ છે રે કોમળ, હૈયું તો નેમિનાથનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)