સફળતામાં ફૂલી ફરનારા, તું ઊંચો ફરી, જગમાં શાને ચાલે છે
નિષ્ફળતાના પાયા ઉપર, ચણતર તો એનું થાયે છે - તું...
જાશે પાયો જો સરી, ઇમારત ધરતી પર તો આવે છે - તું...
સફળતા-નિષ્ફળતા છે બે પાસાં, કદી એક ઉપર તો આવે છે - તું...
એકસરખા પડે ન પાસા કોઈના, ધ્યાનમાં આ રાખ્યું છે - તું...
દોટ જીવનની રહે ચાલુ, કદી કોઈ ને કોઈ કામ આવે છે - તું...
પડે જીવનમાં જરૂર સહુની, માટી પણ કામ લાગે છે - તું...
કર ના અવગણના માટીની, માટીમાં સોડ સહુ તાણે છે - તું...
લેતાં-લેતાં સાથ નાનાનો પણ, ઉપર સહુ આવે છે - તું...
અવગણના સહુની, હૈયેથી દે હટાવી, પ્રભુને તે પામે છે - તું...
સિંહને ઉંદર કામ લાગ્યો, વાત સહુ આ તો જાણે છે - તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)