સંયમ લાગે તો આકરા, સંયમના ફળ તો મીઠા છે
ધીરજ ધરવી મુશ્કેલ બને, ધીરજના ફળ તો મીઠા છે
કામ લાગે તો મીઠો, કામના ફળ તો માંઠા છે
ક્રોધ કરવો તો સહેલ છે, ક્રોધના ફળ તો માંઠા છે
જ્ઞાન મેળવવું છે આકરું, જ્ઞાનના ફળ તો મીઠા છે
મહેનત કરવી છે આકરી, મહેનતના ફળ તો મીઠા છે
વહેમ તો જાગે જલદી, વહેમના ફળ તો માંઠા છે
વેર બાંધવું સહેલ છે, વેરના ફળ તો માંઠા છે
શ્રદ્ધા રાખવી મુશ્કેલ છે, શ્રદ્ધાના ફળ તો મીઠા છે
ભક્તિ જાગવી તો મુશ્કેલ છે, ભક્તિના ફળ તો મીઠા છે
દંભ કરવો તો સહેલ છે, દંભના ફળ તો માંઠા છે
ખોટું બોલવું સહેલું છે, ખોટાના ફળ તો માંઠા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)