1989-01-11
1989-01-11
1989-01-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13129
શેતાન મારે થાવું નથી, ભગવાન મારે બનવું નથી
શેતાન મારે થાવું નથી, ભગવાન મારે બનવું નથી
શ્વાસે-શ્વાસે કૃપા તારી છે રે ‘મા’, કૃપા તારી વિસરવી નથી
લક્ષ્ય છે તું, મારી રે ‘મા’, લક્ષ્ય મારે એ ચૂકવું નથી
મળે બીજું બધું કે ના મળે, તારા વિના કંઈ ખપતું નથી
નામ ચડયું હૈયે તારું રે ‘મા’, નામ બીજું હવે સૂઝતું નથી
ભૂલીયે જગમાં ભલે બીજું બધું ‘મા’, તને હવે તો ભૂલવું નથી
છે યાદ તારી મીઠી એવી રે ‘મા’, સ્વર્ગ મને તો જોઈતું નથી
દઈ ચરણમાં તારા રે મને, તારા ચરણ વિના બીજું જોઈતું નથી
ખૂંદી ધરતીને ખૂબ જગમાં, ઋણ એ મારે ભૂલવું નથી
થઈ માનવ, આવ્યો જગમાં, માનવતા તો ખોવી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śētāna mārē thāvuṁ nathī, bhagavāna mārē banavuṁ nathī
śvāsē-śvāsē kr̥pā tārī chē rē ‘mā', kr̥pā tārī visaravī nathī
lakṣya chē tuṁ, mārī rē ‘mā', lakṣya mārē ē cūkavuṁ nathī
malē bījuṁ badhuṁ kē nā malē, tārā vinā kaṁī khapatuṁ nathī
nāma caḍayuṁ haiyē tāruṁ rē ‘mā', nāma bījuṁ havē sūjhatuṁ nathī
bhūlīyē jagamāṁ bhalē bījuṁ badhuṁ ‘mā', tanē havē tō bhūlavuṁ nathī
chē yāda tārī mīṭhī ēvī rē ‘mā', svarga manē tō jōītuṁ nathī
daī caraṇamāṁ tārā rē manē, tārā caraṇa vinā bījuṁ jōītuṁ nathī
khūṁdī dharatīnē khūba jagamāṁ, r̥ṇa ē mārē bhūlavuṁ nathī
thaī mānava, āvyō jagamāṁ, mānavatā tō khōvī nathī
|