રહે ના એક મ્યાનમાં બે તલવાર, એક માયાની, એક ભક્તિની
છે બેધારી તો બંને એ તો, એક બીજાને એ તો કાપવાની
એક તો બાંધે ખૂબ સંસારે, બીજી તો સંસાર કાપવાની
એક ડુબાડે ઊંડે સંસારે, બીજી સંસારથી તો તારવાની
એક તો ડુબાડે પાપમાં, બીજી તો પાપમાંથી બચાવવાની
એક તો જગના ફેરા બંધાવે, બીજી ફેરા તો તોડવાની
લેજે બેમાંથી એક તલવાર, નથી સાથે બે ચાલવાની
કર કોશિશ, તને ગમે જે, ધાર તેજ તેની તો કરવાની
જોજે ના સપના તું, બન્ને એક સાથે તો રાખવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)