સુંદરતાને શણગારની કોઈ જરૂર નથી
તેજ તલવારને ધારની તો જરૂર નથી
કાણાને કાણો કહેવાની કોઈ જરૂર નથી
પ્રેમે તો પોકારવાની કોઈ જરૂર નથી
સુગંધી ફૂલને ઓળખ આપવાની જરૂર નથી
સૂર્યકિરણોને કહેવાની કોઈ જરૂર નથી
ચિંતાગ્રસ્ત મુખને ઓળખાણની કોઈ જરૂર નથી
પ્રફુલ્લ વદને, વાત હૈયાની કહેવી પડતી નથી
લુચ્ચાની લુચ્ચાઈ, પ્રગટ થયા વિના રહેતી નથી
દયાવાનના હૈયે, દયા વિના કોઈ રહેતું નથી
સમુદ્રે બાંગ પોકારી, કહેવાની જરૂર નથી
સાકરની મીઠાશ ઓળખાયા વિના રહેતી નથી
નશો ચડેલાના પગ, સરખા પડતા નથી
ક્ષમાવાન તો ક્ષમા આપ્યા વિના રહેતા નથી
પ્રભુના આધાર વિના જગ રહેતું નથી
ભક્તોએ ભક્તિની જાહેરાત કરવી પડતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)