પાપ પુણ્ય છે બે રસ્તા, પસંદગી છે તારે હાથ
સ્વીકારજે ગમે તને તે, પરિણામોની તો કરીને યાદ
ઇતિહાસ બંનેનો તો થોડો લેજે જોઈ
વિચારજે હૈયેથી જરા, ભાન ના ખોઈ - રે
રહે છે યાદ તો જગમાં બંને, સદાયે સાથ
પકડજે રાહ તું, છોડી જવી હશે તારે જેની યાદ - રે
કંસને જગ યાદ કરે છે, કૃષ્ણને અવતારી કહે છે
રાવણ ભી યાદ રહે છે, રામનું તો પૂજન કરે - રે
રાજાઓ ભી યાદ રહ્યા છે, યોગીઓ ના વિસરાયા
ભક્તોના નામ હૈયે ચડે, યાદ પ્રભુની જ્યાં આવે - રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)