રાખ્યા અનેકને, તારા ચરણોમાં રે માડી
થોડું સ્થાન મને ભી દેજે (2)
વસાવ્યા હૈયામાં તારા, અનેક રે માડી
થોડું મને પણ ત્યાં વસવા દેજે (2)
રાખ્યા અનેકને, તારી નજરમાં રે માડી
તારી નજરમાં મને રહેવા દેજે (2)
પીવરાવ્યું અનેકને, તારી કૃપાનું બિંદુ રે માડી
થોડું આજે મને તો પીવા દેજે (2)
સાંભળી અનેકની વાત તો તેં રે માડી
થોડી વાત આજ મારી સાંભળી લેજે (2)
યાદ અમે તને તો કરતા રહીએ રે માડી
તું યાદ આજ તો મને કરી લેજે (2)
તને અમારા તો સમજીયે રે માડી
આજ મને તો તારો સમજી લેજે (2)
પડતા જરૂર, તને બોલાવીએ અમે રે માડી
જરૂર પડે તને, ત્યારે મને બોલાવી લેજે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)