સંતાન પાછળ તો, મા-બાપનું નામ તો લાગે
છે આ રીત સંસારની, સંસારમાં રીત તો આ ચાલે
છે માનવ તો સંતાન પ્રભુનું, સહુ કોઈ એ માને
માનવ પાછળ નામ પ્રભુનું, સંસારમાં ના કોઈ રાખે
ગણાવી દાસ ને લાલ પ્રભુના, પ્રભુને દૂર તો રાખે
નામમાં એનાં નામ અપનાવી, ગુણ એના ના અપનાવે
રાખે ના નામ કોઈ દાનવનું, દાનવ હૈયે ભલે વસે
નામ અપનાવવા બને સહેલા, ગુણ અપનાવવા અઘરા બને
નામ અપનાવવાથી, ના ગુણ એના હૈયે આવી જશે
નામની કિંમત જો સમજાશે, ગુણો વિકસતા જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)