Hymn No. 1752 | Date: 03-Mar-1989
|
|
Text Size |
 |
 |
1989-03-03
1989-03-03
1989-03-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13241
રે, જગકર્તા કાર્યો કરતો રહે, ના આરામ એ તો માંગે છે
રે, જગકર્તા કાર્યો કરતો રહે, ના આરામ એ તો માંગે છે કર્મો સદા તું કરતો રહે, કર્મોથી શાને તું ભાગે છે રાખેના ભેદભાવ હૈયે કદી, ભેદભાવ તું શાને રાખે છે કર્મોમાં સદા તું ગુંથાયેલો રહે, આરામ તું શાને ચાહે છે કરતા કાર્યો એ નિર્લેપ રહે, કર્મો શાને તું બાંધે છે માન અપમાને વિચલિત ન થાયે, વિચલિત તું શાને થાયે છે ધાર્યું એનું થાયે જગમાં, ના અહં એ તો ધરાવે છે મળતાં સફળતા થોડી તને, અહંમાં શાને સરકી જાયે છે શક્તિશાળી છે એ તો, બડાશ ના એની એ હાંકે છે મળતા શક્તિ થોડી તને, પ્રદર્શનમાં તું શાને રાચે છે સર્વગુણ સંપન્ન છે રે કર્તા, સહુ એના તો સંતાન છે કરશો ગ્રહણ એના ગુણો, વારસો એનો એ દીપાવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re, jagakarta karyo karto rahe, na arama e to mange che
karmo saad tu karto rahe, karmothi shaane tu bhage che
rakhena bhedabhava haiye kadi, bhedabhava tu shaane rakhe che
karmo maa saad tu gunthayelo rahe, arama e tu
shaane chahe , karmo shaane tu bandhe che
mann apamane vichalita na thaye, vichalita tu shaane thaye che
dharyu enu thaye jagamam, na aham e to dharave che
malta saphalata thodi tane, ahammam shaane saraki jaaye che
near shaktishali che eni e to,
hankeata shakti thodi tane, pradarshanamam tu shaane rache che
sarvaguna sampanna che re karta, sahu ena to santana che
karsho grahana ena guno, varaso eno e dipave che
|