ચિત્ત સદા પ્રભુમાં જોડી, પ્રભુમય તું બનતો જા
યાદ સદા પ્રભુને કરી, માયાને સદા ભૂલતો જા
નામે નામે, ગુણો એના યાદ કરી, ભક્તિમય બનતો જા
મનને સદા એના ગુણોમાં રંગી, ગુણપથમાં એક બની જા
મન નિરાકાર, પ્રભુ નિરાકાર, નિરાકારને નિરાકારમાં જોડતો જા
માયાને આકાર રૂચે, આકાર બધા તું ભૂલતો જા
ગણત્રી કાળની દિનરાત સાથે, યાદમાં દિનરાત ભૂલતો જા
રહે ના યાદ તને તારી, ધ્યાનમાં એવો મસ્ત બનતો જા
વેર, પ્રેમ, ઝેર સહુ ભૂલી, આનંદમાં સદા તું તરતો જા
મનમાંથી હસ્તી હટી બીજી બધી, આનંદનો અનુભવ લેતો જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)