નિરાશાના ઘૂંટડા, જીવનમાં ભરવા લાગે આકરા
પચાવવી હાર જીવનમાં, તો લાગે સદા આકરી
કરવા સહન અપમાન જીવનમાં, સદાયે લાગે અઘરું
સત્ય પચાવવું, ને આચરવું જીવનમાં, બને સદાયે અઘરું
મન, વચન, કર્મથી પાળવી અહિંસા, બને સદા અઘરી
ચાલવું સતપથ પર જીવનમાં, રહે સદાયે અઘરું
પીવા ઘૂંટડા ક્રોધના, છે જીવનમાં કસોટી એ આકરી
ત્યજવા અભિમાન તણા ઓડકાર, બને સદાયે આકરા
આપણા અહિતમાં પણ જોવી ભલાઈ, રહે સદા આકરી
જગમાં ભમતા ચિત્તને, જોડવું પ્રભુમાં, છે સદા આકરું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)