થાશે ખાક કાર્યશક્તિ તારી, પહોંચશે આગ નિરાશાની હૈયામાં
કાર્યશક્તિ જાશે રૂંધાઈ, નીકળીશ ના બહાર જો એ આગમાં
છે વાસ્તવિકતા આ જગની, કદી ન કદી ડૂબે સહુ આશા-નિરાશામાં
ના પહોંચવા દેજે તું એને હૈયે, દેજે બુઝાવી એને શરૂઆતમાં
સંગ્રહ શક્તિનો, સદા કામ લાગશે તને તો મુસીબતમાં
ના થવા દેજે ક્ષય એનો, રહેજે સદાયે જાગ્રત તું એમાં
હરેક કાર્યો માંગશે શક્તિ, શક્તિ વિના રહેશે એ અધૂરા
ભરી હશે જ્યાં શક્તિ તુજમાં, થાશે કાર્યો ત્યાં તો પુરા
ઇતિહાસ છે સાક્ષી એનો, મળશે બધું આ ઇતિહાસમાં
નાના કે મોટા કાર્યો, સફળ થયા છે શક્તિના સાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)