છે અને રહેજે, સદા તું પ્રભુના કાબૂમાં, રાખજે બીજું બધું તો તારા કાબૂમાં
જાગે ને જન્મે ભાવો પ્રભુના, ધરજે એને ચરણમાં, રાખજે બીજા તો તારા કાબૂમાં
ક્રોધ તો જન્મે અને જાગે જ્યાં હૈયામાં, રાખજે સદા એને તું તારા કાબૂમાં
મન કરીને નિર્મળ, રાખજે એને પ્રભુ ચરણમાં, નહિતર રાખજે તું તારા કાબૂમાં
કર્મો કરી ધરજે તું એને પ્રભુ ચરણમાં, રાખજે સદા તું એને તારા કાબૂમાં
વિશુદ્ધ ચિત્ત કરીને ધરજે એને પ્રભુ ચરણમાં, રાખજે સદા તું એને તારા કાબૂમાં
ભાવભરી તું ભક્તિ કરજે, રાખજે ભાવને તો તું સદા તારા કાબૂમાં
ઇચ્છાઓ રહેશે સદા જાગતી હૈયામાં, રાખજે સદા તું તારા કાબૂમાં
પ્રેમને સદા કરી નિર્મળ ધરજે પ્રભુ ચરણમાં, રાખજે સદા તું એને તારા કાબૂમાં
વિચારોને રાખી નિર્મળ રાખજે પ્રભુમાં, રાખજે સદા એને તું તારા કાબૂમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)