પ્યાર તો પ્યાર માગે છે, પ્યાર તો પ્યાર જાણે છે
પ્યાર ન જુએ દિન કે રાત, ના જુએ પ્યાર જાત કે પાત - પ્યાર...
કાળા ભી કરે પ્યાર, ગોરા ભી કરે પ્યાર, ફરક ના એમાં દેખાય છે - પ્યાર...
ના જુએ એ ઉંમર કે ઊંચાઈ, જુએ ના એ પૈસો કે ગરીબાઈ - પ્યાર...
જુએ ના એ ઠંડી કે ગરમી, જુએ ના એ સવાર કે સાંજ - પ્યાર...
ભોગ ના એ તો માગે છે, ત્યાગ એ તો જાણે છે - પ્યાર...
મળે સાથ હૈયાની નિર્મળતાનો, પ્યાર ત્યાં બહુ ખીલે છે - પ્યાર...
પ્રાણીમાત્ર પ્યાર કરે, બાળક એમાં શિરમોર રહે છે - પ્યાર...
પ્યાર વિનાનો માનવ, શુષ્ક સદા કહેવાય છે - પ્યાર...
પ્યાર જાગે જ્યાં પ્રભુમાં, પ્યારની અવધિ ત્યાં આવે છે - પ્યાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)