મન નથી જ્યાં કહ્યામાં તો તારું રે, શાને કહે છે તું, એને મારું મારું રે
હૈયું નથી જ્યાં હાથમાં તારું રે, શાને કહે છે તું, એને મારું મારું રે
ચિત્ત પર નથી જ્યાં કાબૂ તારો રે, શાને કહે છે તું એને મારું મારું રે
તન નથી રહેવાનું જ્યાં તારું રે, શાને કહે છે તું એને મારું મારું રે
મહેલ મહોલાતો નથી રહેવાના તારા રે, શાને કહે છે તું એને મારા મારા રે
સગાસંબંધીઓ નથી રહેવાના તારા રે, શાને કહે છે તું એને મારા મારા રે
શ્વાસ તારા નથી રહેવાના એક દિન તારા રે, શાને ગણે છે તું એને મારા મારા રે
નથી આયુષ્ય પર જ્યાં કાબૂ તારા રે, શાને કહે છે તું એને મારું મારું રે
નથી આવેગો પર જ્યાં કાબૂ તારા રે, શાને કહે છે તું એને મારા મારા રે
પ્રભુ છે અને રહેશે સદા તારા રે, શાને નથી કર્યા એને તારા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)