Hymn No. 2511 | Date: 13-May-1990
|
|
Text Size |
 |
 |
છે તું તો પ્રભુનું સંતાન, સદા આ સમજજે, રાખજે સદા આ તો યાદ આમાં તો બધું આવી ગયું, આમાં તો બધું આવી ગયું છે જગના સર્વ સુખદુઃખ ને દુઃખ દર્દ એ તો ઇલાજ, સદા આ તો રાખ યાદ મળે જગમાં તો કોને ને કેટલો સાથ, દે સદાયે એ તો સાથ, સદા આ તો રાખ યાદ વિશ્વાસની તો તું વાતું કરે છે, પ્રભુમાં તારો કેટલો વિશ્વાસ, સદા આ તો તું રાખ યાદ છે સાથે ને સાથે તારી, ભલે ના પ્રભુ તો દેખાય, સદા આ તો તું રાખ યાદ દે છે પ્રેમ તો જગને રે એ તો, છે પ્રેમના ભૂખ્યા સદાય, સદા એ તો તું રાખ યાદ ભક્તોના ભાવે ભીંજાતા, રહ્યા દોડી આવે એ ત્યાં ને ત્યાં, સદા આ તો તું રાખ યાદ નજરમાં સદા એની રે તું છે, ભલે નજરના એની દેખાય, સદા આ તો તું રાખ યાદ કરે છે યાદ એ સદા તને, કરી યાદ એને, ફરજ બજાવ, સદા આ તો તું રાખ યાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|