જે ના કહી શકે તું મુખથી ‘મા’ ને, નજરથી બધું એને તું કહી દેજે
જોઈ રહી છે રાહ એ તો તારી, ક્યારે બધું તું એને કહી દે છે
જે ના સમજાવી શકે વાણીથી તું ‘મા’ ને, ભાવથી બધું તું એને સમજાવી દેજે
કહી દેજે બધું તું એને પ્રેમથી, ભલે બધું એ તો જાણે છે
હળવો કરી દેજે ભાર તું તારા હૈયાનો, ‘મા’ ને બધું તો કહી દઈને
નથી ડરવાનું કાંઈ કામ તો એમાં, જ્યાં એ તો તારી રક્ષણકર્તા છે
નથી સ્થિર તું, શું કહેવું તારે તો એમાં, તારી સ્થિરતાની રાહ એ તો જોવાની
કહી ના શકે બધું, મૂંઝાતો ના તું એમાં, ‘મા’ બધું એ તો સમજી લેશે
ના કોઈ ભાષાથી છે એ તો અજાણી, છે ભાવની ભાષા એની તો પુરાણી
દયાવાન છે એ તો, ખોલી દેશે, દ્વાર દયાના સદા એ તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)