થઈ ગયા એક તો જ્યાં વિચાર ને આચાર, પગલાં તો સાથે ને સાથે પડતાં ગયા
બન્યા એક તો જ્યાં હૈયા ને મનડાં, પગલાં એક ત્યાં તો થાતાં ગયા
ચમકારા બુદ્ધિના ચમક્યાં જ્યાં જુદા, અંતર પગલાંમાં તો પડતાં ગયા
પુરુષાર્થના ચાર ચરણ જ્યાં ભેગાં થયા, દ્વાર પ્રગતિના એ તો ખોલી ગયા
પ્રથમ ચરણ ધર્મના જ્યાં સાચાં પડયા, દ્વિતીય ચરણે અર્થના માર્ગદર્શન મળી ગયા
તૃતીય ચરણે કામને જ્યાં ધર્મે સાંકળી લીધા, ચતુર્થ ચરણ મોક્ષના માર્ગે લઈ ગયા
પગલેપગલાં જ્યાં ભાવથી પડતાં ગયા, પ્રભુને નજદીક ને નજદીક લાવતા રહ્યા
પગલેપગલે તેજ એવા પથરાતા ગયા, મારગ ઊજળા એનાથી થાતાં ગયા
અંતિમ પગલાં તો પ્રભુના દ્વારે પહોંચ્યા, પ્રભુ પગલાં પાડી સામે આવી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)