પ્રેરણાના પીયુષ પાજો તમારા રે માડી, પ્રેરણાના પીયુષ તમારા
છે જગમાં તો એના રે અજવાળા, છે જગમાં એના તો અજવાળા
ભેળવશું ઇચ્છાના ઝરણાં એમાં તો અમારા, સર્જાશે ત્યાં તો ગોટાળા
રહ્યા છે વહેતા ને રહેશે એ તો વહેતા, તમારી, જગમાં એવી તો ધારા
ઝીલવા ને સમજવા છે એને, આપજો રે અમને એની યોગ્યતા
જોયા ના એણે નાના કે મોટા, ઝીલવા એની પાસે જે ગયા
ઝીલી જેવી જેવી પ્રેરણાં એની, એમાં આગળ એ તો વધ્યા
વધ્યા જે આગળ તો એમાં, ખુદ પ્રેરણારૂપ એ તો બની ગયા
ઉઠયા ઊંચા ખૂબ એમાં તો જગમાં, ઉત્તુંગ શિખરસમ બની ગયા
છે પ્રેરણા પ્રભુની, પહોંચવું છે પ્રભુ પાસે, પ્રભુ પાસે એ તો પહોંચ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)