રાખ્યા વંચિત જગમાં પ્રભુએ, કંઈકને તો હાથ, પગ કે આંખથી
રાખ્યા ના વંચિત જગમાં તો કોઈ માનવને, પ્રભુએ તો મનડાંથી
દીધું કંઈક, દીધું ના બધું, જગમાં ભલે, રાખ્યા ના વંચિત કોઈને હૈયાથી
પામ્યા હશે જગમાં ભલે જુદું, ભર્યા હૈયા તો સહુના તો ભાવથી
રહ્યાં તનડાં જગમાં ભલે રે જુદા, છે સહુની સમસ્યા તો સરખી રે મનડાંની
રહી છે ને સર્જાતી ગઈ, જગમાં સહુ માનવને, સમસ્યા તો ભાવનાની
રહી છે ભાષા જગમાં ભલે જુદી-જુદી, છે એક જ ભાષા તો ભાવની
તનમાં શક્તિ હોય ભલે જગમાં જુદી, છે એકસરખી શક્તિ તો સહુના મનની
જાણ્યે અજાણ્યે છે લક્ષ્ય સહુનું સરખું, છે લક્ષ્ય સહુનું પ્રભુને પામવાનું
જીવન હોય લાંબું કે ટૂંકું, છે સમસ્યા સહુની સરખી, પ્રભુ પાસે પહોંચવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)