Hymn No. 2720 | Date: 22-Aug-1990
|
|
Text Size |
 |
 |
આવ્યું જે દુઃખ હસતા હસતા સહી લેજો, છે એમાં તો સુખ દુઃખ ના કોઈને તો દેજો, દુઃખી ના કોઈને તો કરશો સંયમ તો છે રે, જીવનનું રે સાધન છે, તપ એ તો અનોખું છે અહિંસા, જીવનનો સાર તો સાચો, જીવનમાં એને તો સાધો ક્રોધને હૈયે ના પહોંચવા દેશો, કોઈને ના એનાથી બાળશો શબ્દના ઘા હોય તો આકરાં, ઘાયલ ના એનાથી કોઈને કરશો ના સંમત થઈ શક્યા જ્યાં તમે, કોઈની આશા એવી ના રાખશો છે રાહ તમારો જો સાચો, રાખો મર્યાદિત તમારા માટે, ના આગ્રહ અન્ય માટે રાખો મળ્યું જે સત્ય જીવનમાં, અમલ એનો કરો, ના રાહ કોઈની એમાં જુઓ સાચું સુખ તો વહેંચતા જાઓ, ના ઘટવાની ચિંતા એની તો રાખો ખુદને સદા સુધારતાં જાઓ, ના અન્યને સુધારવા પાછળ પડો છે કામ એ તો પ્રભુનું, પ્રેરણાં એની પામો, ને પ્રેરણાં અન્યને પાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|