પ્રભુ રે વિના, જગમાં નિકટ નથી બીજું કોઈ તો તારું
ક્ષણે-ક્ષણે લાગે જે નિકટ, નિકટ નથી કાયમ તો રહેવાનું
લાગે નિકટ તને તો જે, આભાસ વિના નથી એ હોવાનું
પ્રભુ રહ્યા સુખમાં સાથે, રહેશે દુઃખમાં સાથે, નથી બીજું કોઈ રહેવાનું
જનમ પહેલાં હતાં સાથે, છે સાથે પછી ભી, એના વિના સાથે બીજું નથી રહેવાનું
દઈ દોર તારા હાથમાં, છુપાયા એવા, છૂટા નથી પાડી શકાવાનું
શ્વાસ ભી તો રહેશે થોડો તો દૂર, પ્રભુ જેટલા નિકટ નથી રહી શકવાનું
છે રક્ત ભી તો તુજમાં, પ્રભુ જેટલું નિકટ નથી વહી શકવાનું
છે પ્રભુ ઓતપ્રોત એટલો, સ્થાન એનું બીજું કોઈ નથી લઈ શકવાનું
સમજશે ભલે જગમાં બધા તને, એના જેવું નથી કોઈ સમજી શકવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)