મળે જે સહજતાથી કિંમત સાચી, એની તો થાતી નથી
કરી મહેનત મળે તો જે-જે, સદા કિંમત એની હૈયે તો વધે
મળ્યો છે માનવદેહ તને તો આ, ચૂકવી કિંમત કેટલી, એની ખબર નથી
ના વેડફી દે તું એને, વૃત્તિઓ પાછળ દોડાદોડી તો કરીને
કરી કર્મો, ચૂકવ્યા મૂલ્ય કેટલાં એના, ખબર એની તો પડતી નથી
દેખાય છે, સમજાય છે જે જગમાં તો જે-જે, કિંમત વિના મળતું નથી
કરવી પડે મૂલવણી એની જુદી-જુદી રીતે, મૂલવણી એકસરખી હોતી નથી
જેવી-જેવી જરૂરિયાત, કિંમત એની, ચૂકવ્યા વિના રહેવાનું નથી
પડશે મૂલવણીમાં કિંમત ઓછી, વસ્તુ એ તો મળતી નથી
રહેજે તૈયાર તું કિંમત ચૂકવવા પ્રભુદર્શનની, એના વિના મળવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)